મોરબી : ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના પ્રમુખ કાંતિલાલ ધરમશીભાઈ બાવરવા દ્વારા તમામ હોદાઓ પરથી તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.તેઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી જણાવ્યું છે કેમારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ થી કોઈ ફરિયાદ નથી. આટલા વર્ષો કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યો છું. અને મને આપવામાં આવેલ દરેક કામ ને નિષ્ઠાપુર્વક કરવાનો પ્રયત્ન કર્યો છે. સ્થાનિક નેતાઓ તેમજ સ્થાનિક સંગઠન તરફથી મારી સતત અવગણના થતી હોય અને આની રજૂઆત મેં વારંવાર સક્ષમ કક્ષાએ કરેલ હોવા છતાં મને કોઈ જ યોગ્ય નિરાકરણ મળેલ નથી. જેથી હવે હું આગળ ઉપર પાર્ટી સાથે રહી શકું તેમ નથી તો મારું રાજીનામું મંજુર કરવામાં આવે.