સોનાના દોઢ તોલાના ચેઇન સહિત રૂ.1.55 લાખનો મુદ્દામાલ કબ્જેમોરબી: મોરબીમાં એક મહિલા પાસેથી સોનાના ચેનની ચિલ ઝડપ કરનાર શખ્સને એ-ડિવિઝન પોલીસે પકડી લઈ રૂ.1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 4 ઓગસ્ટ, 2025ના રોજ સાંજના સમયે ફરિયાદી ભારતીબેન દિપકભાઈ જમનાદાસ પારેખના ગળામાંથી દોઢ તોલા સોનાની ચેઇનની ચીલઝડપ થઈ હતી. જે અંગે કાર્યવાહી કરતા બાતમીના આધારે પોલીસે અજીતભાઈ હરેશભાઈ મુછડીયા (રહે. મોરબી, મૂળ- જુનાગઢ) ને ઝડપી પૂછપરછ કરતા તેણે ચીલઝડપ કર્યાની કબૂલાત આપી. પોલીસે તેની પાસેથી દોઢ તોલા વજનનો સોનાનો ચેઇન (કિંમત રૂ.1,05,000/-) અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન મોટરસાયકલ નં. GJ-10-EA-8593 (કિંમત રૂ.50,000/-) કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.