મોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર મિતાણા નજીક એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માત બાદ રકઝકને લીધે હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. અંદાજે પોણો કલાક સુધી ટ્રાફિક જામ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે જાણ થતાં ટંકારા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવા કવાયત શરૂ કરી છે.