મોરબી : આજે રક્ષાબંધનનો પર્વ હોય ત્યારે મોટી સંખ્યામા લોકોની બહાર અવર-જવર જોવા મળી રહી છે. ત્યારે મોરબીમાં રવાપર રોડ ઉપર ઠેર ઠેર છેલ્લા દોઢેક કલાકથી ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. રવાપર-ઘુનડા રોડ ઉપરાંત શક્તિ ટાઉનશિપ પાસે અને અવની ચોકડી પાસે પણ ટ્રાફિકજામ સર્જાયો છે. જેને કારણે વાહનચાલકો અકળાઈ ઉઠ્યા છે.