મોરબી : આજે તા 9-8-2025 ના રક્ષાબંધનની ઉજવણી નિમિતે વોર્ડ નં 4ના પૂર્વ કાઉન્સિલર અને મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા મોરબી મનપાના સફાઈ કમૅચારીઓ વાલ્મિકી સમાજના બહેનો પાસે આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બંધાવી હતી. આ દરમ્યાન બહેનો દ્વારા પેંડા ખવડાવી કંકુ - ચોખાનું તિલક કરી આરતી ઉતારીને ભગવાન પાસે સદા લાંબા આયુષ્ય સુખી અને સંપન્ન રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજના સમયમાં સામાજિક સમરસતા વસુદેવ કુટુંબકની ભાવનાને જાગૃત કરવા અને સમાજ માટે પ્રેરણારૂપ બની આ અંગે જાગૃતિ લાવવા ભાવનાબેન મહેશભાઈ વાણીયા મેનાબેન દિનેશભાઈ વાણીયા આ બંને બહેનો દ્વારા રાખડી બંધાવી હતી.