જોગડમાં વરલી મટકાનો જુગારી પકડાયોહળવદ : હળવદ પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં દિઘડિયા ગામે તીનપતિનો જુગાર રમતા પાંચ આરોપીઓને તેમજ જોગડ ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા એક આરોપીને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં હળવદ પોલીસે બાતમીને આધારે દિઘડિયા ગામે દરોડો પાડી આરોપી પેમાભાઇ રાણાભાઇ ઇંદરીયા, ઉમેદભા નરસીંગભા ગઢવી, ભરતભાઇ પરષોતમભાઇ કગથરા, ભરતભાઇ કુકાભાઇ ઇંદરીયા અને ભીમાભાઇ રાણાભાઇ ઇંદરીયાને રોકડા રૂપિયા 18,500 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં જોગડ ગામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી વીપીન વિઠાભાઈ મુલાડીયાને રોકડા રૂપિયા 750 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.