બન્ને કિશોરો રક્ષાબંધનની રજા પડતા જૂનાગઢથી કચ્છ જતા હતા : અન્ય બે રાજસ્થાનના યુવકોના પણ મોતમાળિયા (મિયાણા): મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર માળીયાના હરીપર પાસે ગત મોડી રાત્રીએ થયેલા ટ્રિપલ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સાત લોકોને ઇજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે હરીપર પાસે ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર સાત યુવાનો જૂનાગઢમાં આહીર સમાજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય અને રક્ષાબંધનની રજા પડતા સાંજે તેઓ જૂનાગઢથી વતન કચ્છ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો જેમાં કચ્છના ગાંધીધામના બે કિશોર સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે.આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે જેમાં (1) રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (ઉ.વ. 15) રહે. ગાંધીધામ કચ્છ (2) જૈમિન જગદીશભાઈ બાબરીયા (ઉ.વ. 17) રહે. ગાંધીધામ કચ્છ (3) શિવરામ મંગલરામ નાઈ (ઉ.વ.37) રહે રાજસ્થાન (4) કિશાન રામલાલ નાયક રહે. રાજસ્થાનનો સમાવેશ થાય છે. જયારે અન્ય સાત લોકોને ઇજા પહોંચી છે જેમાં (1) ક્રિષ્ના ગોપાલભાઈ જરુ (ઉ.વ. 17), (2) ક્રિષ્ના રમેશભાઈ જરુ (ઉ.વ. 17), (3) શિવમ નારણભાઇ બાપોદરા (ઉ.વ. 15), (4) મિત રમેશભાઈ બાબરીયા (ઉ.વ. 13)(5) વિષ્ણુ દેવરાજભાઇ ડાંગર (ઉ.વ. 15), (6) શાંતિલાલ વેલજીભાઇ આહીર (ઉ.વ. 40), (7) ગૌતમ બિબલરાઈ (ઉ.વ. 23) ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ અંગે માળિયા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.