એક તરફ બ્રિજનું અધૂરું કામ, ખરાબ રોડ અને ટ્રાફિક નિયમનના અભાવે અહીંથી પસાર થવુ વાહનચાલકો માટે પીડાદાયકમોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ દરરોજ ટ્રાફિકજામ સર્જાય છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી પસાર થયું વાહનચાલકો માટે પીડાદાયક બની રહે છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જેતપર, હળવદ નેશનલ હાઇવે અને મોરબી તરફના ચાર રસ્તા પડે છે. અહીં ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી અટકેલું છે. વધુમાં રોડ પણ બિસ્માર હાલતમાં છે. તેવામાં અહીં દરરોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. જેમાં વાહનચાલકોનો સમય વેડફાઈ છે. ઉપરાંત અહીં ટ્રાફિક નિયમન પણ સઘન કરવાની જરૂર જણાય છે. આમ તંત્ર યોગ્ય પગલાં લઈ અહીં ટ્રાફિકમાં રાહત મળે તેવી વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠે છે.