મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા પાસેથી જાણો રક્ષાબંધનના શુભ મુહૂર્તો અને શુભ સંયોગો મોરબી : શ્રાવણ પૂર્ણિમા તારીખ 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 કલાકથી શરૂ થશે. જેને વ્રતની પૂનમ કહેવામાં આવે છે. આ સાથે જ આ તારીખ બીજા દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ 1:24 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, રક્ષાબંધન 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ક્યારે છે રક્ષાબંધન 2025શ્રાવણ મહિનાની પૂનમની તિથિનો પ્રારંભ 8 ઓગસ્ટ 2025ના બપોરે 2 કલાક 12 મિનિટથી થશે. જ્યારે શ્રાવણ મહિનાની પૂનમ તિથિ સમાપ્ત 9 ઓગસ્ટ બપોરે 1 કલાક 24 મિનિટ પર થશે. રક્ષાબંધનની તિથિઃ ઉદયા તિથિ પ્રમાણે રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટ 2025ના કરવામાં આવશે.હિંદુ પંચાગ અનુસાર, આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે સવારે 5 કલાક 35 મિનિટથી બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રાખડી બાંધવાનું સૌથી સારૂ મુહૂર્ત છે. જેમાં * બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4 કલાક 22 મિનિટથી 5 કલાક 4 મિનિટ સુધી * અભિજીત મુહૂર્તઃ બપોરે 12 કલાક 17 મિનિટથી 12 કલાક 53 મિનિટ સુધી રહેશે * સૌભાગ્ય યોગઃ 4 કલાક 1 મિનિટથી 10 ઓગસ્ટે સવારે 2 કલાક 15 મિનિટ સુધી* સર્વાર્થ સિદ્ધિ યોગઃ 9 ઓગસ્ટ બપોરે 2 કલાક 23 મિનિટ સુધી રક્ષાબંધન 2025 ભદ્રાના પડછાયો છે કે નહીં ? કોઈપણ માંગલિક કે શુભ કામને લઈને પહેલા ભદ્રા કાળ જરૂર જોવામાં આવે છે, જેનાથી તે કામમાં કોઈ પ્રકારના અશુભ પરિણામ સામે ન આવે. તેવામાં રક્ષાબંધનમાં ભદ્રાને જરૂર ધ્યાનમાં રાખવામાં આવે છે. મહત્વનું છે કે, આ વર્ષે બહેનો કોઈ ચિંતા વગર ભાઈને રાખડી બાંધી શકે છે. પંચાગ અનુસાર આ વર્ષે ભદ્રા 8 ઓગસ્ટે બપોરે 2 કલાક 12 મિનિટ પર શરૂ થશે, જે 9 ઓગસ્ટ મોડી રાત્રે 1 કલાક 52 મિનિટ સુધી રહેશે. રક્ષાબંધન પર બની રહ્યાં છે શુભ યોગ :આ વર્ષે રક્ષાબંધન પર નવપંચમ, સૌભાગ્ય યોગ , સર્વાર્થ સિદ્ધિયોગ, પ્રતિયુતિયોગ, માલવ્યયોગ, બુધાદિત્યયોગ જેવા રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ઘણી રાશિઓને લાભ મળી શકે છે. રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ :રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચલિત છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે. મંત્ર :'ૐ યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલઃ'તેન ત્વામભિબદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ! રક્ષાબંધન પર બહેને ભાઈને તિલક લગાવવું જોઈએ અને રાખડી બાંધવી જોઈએ. રક્ષાબંધન પર આ બાબતોનું ધ્યાન રાખો : -આ દિવસે ભાઈ-બહેનોએ એકબીજા સાથે દલીલ ન કરવી જોઈએ.-કોઈના વિશે ખોટું વિચારવું નહીં.-ઘર અને મંદિરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.-કાળા રંગની વસ્તુઓ ભેટમાં ન આપો