પોલીસ અધિકારીઓ, આર્મીમેન, તેમજ અગ્રણીઓને રાખડી બાંધી ઉજવણી કરાઈમોરબી : રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ભાઈઓ, ભાજપ જિલ્લા પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, અને નિવૃત્ત આર્મી મેન સહદેવસિંહ ઝાલાને ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભાવનાબેન કૈલા, શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન બદરકિયા સહિત કારોબારી સભ્યો ભૂમિબેન ભટ્ટ, શ્રદ્ધાબેન પટેલ, યોગીતાબેન ઝાલા, સરલાબેન રાચ્છ, અને હેતલબેન દ્વારા રાખડી બાંધીને ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના બંધનને દ્રઢ કરવામાં આવ્યું હતું.મહિલા મોરચાની બહેનોએ પોલીસકર્મીઓ અને અગ્રણીઓને રાખડી બાંધીને તેમની સેવા અને સુરક્ષા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.