મોરબી : શ્રી રામ રાત્રી શાખા (રાષ્ટ્ર સેવા સમિતિ) લાલપર દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે મોરબી શહેરમાં લોકોની સેવા કરતા આપણા પોલીસ જવાનો, ટીઆરબી જવાનો, તથા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ સ્ટાફને અને લાલપર ગામ ખાતે સરકારી સ્કૂલ, ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનો તેમજ સ્ટાફને રાખડી બાંધી અને મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોરબી જિલ્લા તથા લાલપર શાખાના દરેક બહેનો જોડાયા હતા.