મોરબી : મોરબીમાં પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવારને ધ્યાનમાં રાખીને લાડવા તથા ગાંઠિયાનું વિતરણ કરવામાં આવશે. જેમાં આવતીકાલે તારીખ 9 ઓગસ્ટ ને શનિવારે સવારે 7 થી સાંજના 7 સુધી લાડવા અને ગાંઠિયા રાહત દરે આપવામાં આવશે. જેમાં લાડવા 110 રૂપિયાના કિલો અને ગાંઠીયા 160 રૂપિયાના કિલો આપવામાં આવશે. તો આ વિતરણનો લાભ લેવા સર્વે સમાજના ભાઈઓ-બહેનોને ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લાડવા-ગાંઠિયા લેવા આવનારને થેલી સાથે લઈને આવવા જણાવ્યું છે. વધુ માહિતી માટે પ્રહલાદસિંહ ઝાલા (મો. નં. 98252 22617)નો સંપર્ક કરવા જણાવ્યું છે.