રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફતમાં અનાજ લેતા ધનવાનોનો ભાંડો ફૂટ્યો : ઈ-કેવાયસી બાદ આધારકાર્ડે ખોટો લાભ લેતા ધનિકોની પોલ ખોલી નાખીમોરબી : રેશનકાર્ડની ઈ-કેવાયસીની કાર્યવાહી બાદ ભારત સરકારે ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો ધનવાન હોવા છતાં એનએફએસએ એટલે કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશનકાર્ડ ધરાવતા હોવાનું અને મફતમાં ગરીબોને મળતા અનાજનો લાભ લેતા હોવાનું સામે આવતા ગુજરાત સરકારને તપાસ કરવા આદેશ કરતા મોરબી જિલ્લામાં આવા 7897 રેશનકાર્ડ ધારકો એનએસએફએ યાદીમાં સમાવિષ્ઠ હોય નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ-2013 હેઠળ નોંધાયેલ લાભાર્થીઓ કે જેઓ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વાજબી ભાવે અથવા વિનામૂલ્યે અનાજ મેળવે છે, તેમની ખરાઈ કરવા બાબતે ગુજરાત સરકારે સૂચના જારી કરી છે. જે અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, ઇન્કમટેક્સ વિભાગ, અને GST વિભાગના ડેટા આધારે શંકાસ્પદ લાભાર્થીઓની યાદીના આધારે વાર્ષિક આવક 6 લાખથી વધુ આવક ધરાવતા લોકો, 25 લાખથી વધુનું જીએસટી ટર્નઓવર ધરાવતા તેમજ કંપનીમાં ડાયરેક્ટર તરીકે નોંધાયેલ વ્યક્તિઓની ઓળખ કરી આવા લાભાર્થીઓની ખરાઈ કરવા અન્ન અને નાગરિક પૂર્વતાહ વિભાગ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાનું મોરબી જિલ્લા પુરવઠા અધિકારી કાકડીયાએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ધનિક હોવા છતાં પણ ગરીબોને મળતા મફત અનાજનો લાભ લઈ રહેલા કુલ 55 લાખ રેશનકાર્ડ ધારકોની સસ્પેક્ટેડ યાદીના આધારે તપાસ ચાલી રહી છે જેમાં મોરબી જિલ્લામાં હાલમાં છ લાખથી વધુની આવક ધરાવતા લોકો તેમજ 25 લાખનું જીએસટી રિટર્ન ફાઈલ કરનાર લોકોના રેશનકાર્ડની તપાસ ચાલુ છે.જેમાં જિલ્લામાં 25 લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવતા 423 નામ સામે આવ્યા છે જેમાં સૌથી વધુ મોરબી ગ્રામ્યમાં 182 લોકો અને મોરબી શહેરમાં 108 લોકો હોવાનું પુરવઠા વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ છ લાખથી ઉપરની આવક ધરાવતા 7474 રેશનકાર્ડ ધારકોની તપાસ થઇ રહી છે જેમાં પણ સૌથી વધુ મોરબી ગ્રામ્યના 2894 તેમજ મોરબી શહેરના 2129 પરિવારોની ચકાસણી કરવા નોટિસો ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.મોરબી જિલ્લામાં મફત અનાજ લેતા અમીરોની સંખ્યા તાલુકો 25 લાખનું ટર્ન ઓવર ધરાવતા 6 લાખની ઉપરની આવક ધરાવતા ટોટલટંકારા 56 1003માળીયા મી. 20 317મોરબી ગ્રાંમ્ય 182 2894મોરબી શહેર 108 2129વાંકાનેર 35 550હળવદ 22 581ટોટલ 423 7474