મોરબી : મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા. 10-8-2025 ને રવિવવારના રોજ સવારે 8 થી 1 કલાક દરમ્યાન નવરંગ નેચરલ કલબ દ્વારા રાહતદરે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી, રોપા 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, શાકભાજીના બીયારણ, ફળાવ કલમી, આંબા, ચીકુ, દાડમ, નારીયેળ, જામફળ, બોરડી, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, દેશી ખાંડ, ગોળ, એલોવેરા, લીમડાના, અરીઠા, શિકાકાઈ, કેસુડાના સાબુ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, ખાસ સાતમ આઠમની ઓફર, માટીમાંથી બનાવેલ નોનસ્ટિક તાવડી, થેપલા, પુડલા, પરોઠા, ધુવાણાનું નામ નહીં રસોડુ સાફ રાખે છે. કપ રકાબી, બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ, માટલા, કોફી, મગ વગેરે વસ્તુઓ રાહત દરે મળશે. તેમજ આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડુત હાટ ભરે છે ત્યારે કાપડની થેલી લઈને આવવા પ્રમુખ વી. ડી. બાલાસર (મો.નં. 9427563898) મોરબી લવજીભાઈ પ્રજાપતિ (મો.નં. 9925369465)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.