માળિયા (મિયાણા) : વર્ષ 2024-25 દરમિયાન યોજાયેલા 'સક્ષમ શાળા” કાર્યક્રમ અંતર્ગત સક્ષમશાળા એવોર્ડ માટે મોટીબરાર મોડેલ સ્કૂલે મોરબી જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 88.67 ટકા રેટિંગ સાથે મોડેલ સ્કૂલ મોટીબરારે જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જે બદલ શાળા પરિવારને ચોતરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.