મોરબી: મોરબી મહાપાલિકાએ જાહેરાત કરી છે કે પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલ સંબંધિત તમામ તકનીકી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ સેવાઓ, જે અગાઉ તકનીકી કામગીરીને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી, તે ૩૧ જુલાઈ, ૨૦૨૫ થી સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે.નાગરિકો હવે તેમના પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે મહાપાલિકાની મુખ્ય કચેરી અથવા તેમના વિસ્તારની ક્લસ્ટર ઓફિસની મુલાકાત લઈ શકે છે. વેરા સ્વીકારવાનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરના ૧૨:૦૦ કલાક સુધીનો રહેશે. આ ઉપરાંત, મિલકતધારકો/ભોગવટેદારો મહાપાલિકાની વેબસાઇટ mmcgujarat.in/ પર જઈને અથવા પ્લે સ્ટોર પરથી મોરબી મહાપાલિકાના લોગોવાળી 'Morbi Municipal Corporation' એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ ઓનલાઈન ટેક્સ ભરી શકે છે. એપ્લિકેશનમાં, મિલકત નંબર દાખલ કરીને સરળતાથી ઓનલાઈન વેરો ચૂકવી શકાશે. મહાપાલિકાએ નાગરિકોને સુવ્યવસ્થિત અને ઝડપી સેવાઓ મળી રહે તે હેતુથી જાણ કરવામાં આવી છે.