11 ઓગસ્ટ ને સોમવારના રોજ બપોરે 4 વાગ્યાથી વિતરણ શરૂ થશે: એડવાન્સ બુકિંગ નહીં, વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરાશે મોરબી: મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલા શ્રી જલારામ ધામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિતરણ સોમવાર, 11 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે 4 વાગ્યાથી શરૂ થશે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મીઠાઈ અને ફરસાણ મેળવવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી અને 'વહેલા તે પહેલા'ના ધોરણે વિતરણ કરવામાં આવશે.આ પહેલનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકોને તહેવારોને માણી શકે તેવો છે. વિતરણમાં શુદ્ધ અમૂલ ઘીમાંથી બનેલી વિવિધ મીઠાઈઓ જેવી કે મોહનથાળ, થાબડી, ચોકલેટ બરફી, રાજભોગ બરફી, કેસર બરફી, જાંબુ, લાડુ, મોતીચુર લાડુ, મેસુબ, ટોપરા પાક, માંડવી પાક, બોમ્બે હલવો, કેસર પેંડા, સફેદ પેંડા વગેરે ઉપલબ્ધ રહેશે. તેમજ ફરસાણમાં ભાવનગરી ગાંઠિયા, પાપડી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા, સેવ, ચવાણું, સક્કરપારા, દાબેલા ચણા, ફરાળી ચેવડો, શિંગ ભજીયા, દાળ, બટેકા વેફર, કેળા વેફર, ભાખરવડી, ફરસીપુરી, ચણા દાળ, ખાજલી, ખાખરા, મસાલા શિંગ સહિતની અનેક વસ્તુઓ રાહતદરે મળશે.વ્યવસાયિક સંસ્થાઓ કે કંપનીઓ તેમના કર્મચારીઓ માટે મીઠાઈ અને ફરસાણની કીટ મેળવવા માટે જલારામ ધામના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (મો. 9825082468) અથવા હરીશભાઈ રાજા (મો.9879218415) નો સંપર્ક કરી શકાશે.