વાંકાનેર ડિવિઝન પોલીસની કાર્યવાહી : એક શખ્સની ધરપકડવાંકાનેર: વાંકાનેર ડિવિઝનની પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઇસરમાં ડુંગળીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના રૂ.53 લાખના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા આઇસર (રજી. નં. GJ-12-BX-5679) માં સડેલી અને સારી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જઈ રહ્યો છે. જે આધારે જકાત નાકા પાસે વોચ ગોઠવી આઇસરનો પીછો કરી વાહનને પકડી પાડ્યું હતું. આઇસરમાંથી એવરગ્રીન વ્હીસ્કીની 750 ML ની 4078 બોટલ અને રોયલ સિલેક્ટની 180 ML ની 2784 બોટલ મળી કુલ રૂ. 53,01,160/- ની કિંમતનો દારૂનો જથ્થો હતો. આ ઉપરાંત, રીતઝ વ્હીસ્કીના 180 MLના 656 ક્વાર્ટર, ડુંગળી સહિત કુલ ₹60,02,220/- નો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના આરોપી મોહમદઉસ્માન મોહમદઉમર મેવુની ધરપકડ કરવામાં આવી છે.