મોરબી : રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, મોરબી જિલ્લા રમતગમત કચેરી દ્વારા 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત માર્શલ આર્ટસની ટેક્વાન્ડો સ્પર્ધાનું જિલ્લા કક્ષાનું આયોજન નવજીવન વિધાલય મોરબી ખાતે થયું હતું.જેમાં સ્કૂલ ગેમ્સ 2025માં શ્રી ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જૂના કણકોટ તા.વાંકાનેરની વિધાર્થીની રસીલા રાજુભાઈ વનાણી (વજનજૂથ 26 કિગ્રા )અને સોહાના સલીમભાઈ રાઉમા ( વજનજૂથ 24 કિગ્રા )એ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. સેજલ સંજયભાઈ ચૌહાણ ( વજનજૂથ 35 કિગ્રા ), વૈદેહીબા શક્તિસિંહ ઝાલા ( વજનજૂથ 38 કિગ્રા ), જલ્પા જસમતભાઈ મકવાણા ( વજનજૂથ 32 કિગ્રા )એ દ્રિતીય ક્રમે વિજેતા થયા હતા. જ્યારે રાધિકા સુરાભાઈ વનાની (વજનજૂથ 29 કિગ્રા ) તૃતીય ક્રમે વિજેતા થવાની સિધ્ધિ મેળવેલ છે. તેમને તાલીમ કોચ શિક્ષક નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમારએ આપી હતી. આ માર્શલ આર્ટસની કરાટે સ્પર્ધામાં વિજેતા થઈને આ દીકરીઓએ શ્રી ઘીયાવડ પ્રાથમિક શાળા, સીઆરસી જૂના કણકોટ, ઘિયાવડ ગામ, વાંકાનેર તાલુકાનું ગૌરવ વધાર્યું છે.