મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા નાથાભાઇ વેલજીભાઈ કરોતરા ઉ.19 નામના યુવાનને જીજે - 36 - એસી - 4807 નંબરની ઇનોવા કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જી ઇજાઓ પહોંચાડી હતી.અકસ્માત બાદ કાર ચાલક નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.