મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઇન શેરીમાં તથા મહાદેવ મંદિર પાસે બે સ્થળોએ દરોડો પાડી જુગાર રમતી 8 મહિલાઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ દરોડામાં ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાંથી રીનાબેન કલ્પેશભાઈ કુંડારીયા (ઉ.વ. ૪૬), રંજનબા ભરતસિંહ જાડેજા (ઉ.વ. ૩૫), જશુબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ. ૪૦) અને જોશનાબેન વિજયભાઈ સોલંકી (ઉ.વ. ૩૦)ની રૂ. ૧૦,૧૪૦ રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજા દરોડામાં ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસેથી સેજલબેન અશોકભાઈ પનારા (ઉ.વ.૪૨), ગીતાબેન પ્રવિણભાઇ પોપટીયા (ઉ.વ.૫૪), ભારતીબેન કૈલાશભાઈ ડાંગર (ઉ.વ.૪૨) અને સોનલબેન જયસુખભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૮)ની રૂ.૧૦,૩૬૦ની રોકડ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હું