હળવદ : હળવદ તાલુકા શ્રી સુરવદર પ્રા. શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગરના મેડિકલ ઓફિસર ડૉ. પરેશ પટેલના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે આજે તા. 7-8-2025ના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા નિબંધ લખ્યા હતા. ત્યારબાદ RBSK ટીમના મેડીકલ ઓફીસર ડૉ. જયદિપભાઈ તથા ડૉ. કેયુરીબેન દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી. સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપ્યા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગરના સુપરવાઈઝર મયુરભાઈ દેવૈયા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. અંતે શાળાના આચાર્ય ઉષાબેન માલવણીયાએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મયુરનગર તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો. આ કાર્યક્રમમાં પ્રા.આ.કેન્દ્ર મયુરનગરના સબસેન્ટર સુરવદરના CHO અરૂણકુમાર કુમાવત પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહયોગ કર્યો.