મોરબી : મોરબી તાલુકાના બેલા ગામના બસસ્ટેન્ડ નજીકથી એલસીબી ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી જીજે - 36 - એલ - 1769 નંબરની ઇકો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી 180 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 36 હજાર મળી આવતા આરોપી ઇમરાન ફતેમામદ ખોડ રહે.રણછોડનગર મોરબી વાળાને અટકાયતમાં લઈ 2 લાખની ઇકો કાર કબજે કરી હતી. આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો ઇમરાન મિયાણાએ ભરી આપ્યો હોવાનું અને આરોપી સદામ જામ રહે.વેજીટેબલ રોડ વાળાએ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.