મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામ નજીક આવેલ મેટા કારખાના પાસે આરોપી વિશાલ ધારાભાઈ ભૂંભરીયા, ધર્મેન્દ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા અને ધર્મરાજ ઉર્ફે ભાણો રહે.તમામ અમરનગર વાળાઓએ ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા રહે.શક્તિનગર વાળા ઉપર હુમલો કરી ઢીકા પાટુનો માર મારી સાહેદ ભુપતભાઇને છરી વડે ઇજા પહોંચાડી હતી. મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં આરોપીઓએ ચિરાગભાઈના ભાઈ સાથે અગાઉ બોલાચાલી કરેલ હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.