વાંકાનેર : વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા પાસે લોખંડની એન્ગલ ભરીને જઈ રહેલા જીજે - 03 - ઇ - 153 નંબરના ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેકટર અચાનક વળાંક વાળી લેતા પોતાની પુત્રી સાથે બાઈકમા જઈ રહેલા મનુભાઈ આંબાભાઈ ચાવડા રહે.આજીડેમ ચોકડી વાળાના બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલ મનુભાઈની પુત્રી દર્શીતાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું અને મનુભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ બાદ ટ્રેકટર ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.