મોરબી : મોરબીમાં નગરદરવાજા આસપાસના વિસ્તારોમાં આડેધડ રીક્ષા પાર્કિંગની સમસ્યાને પગલે પોલીસ દ્વારા આજથી બે દિવસની ડ્રાઇવ યોજવામાં આવી છે. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલા તથા પીએસઆઈ ડી.બી.ઠક્કરની ટિમ દ્વારા આ ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં આજે નગર દરવાજા આસપાસના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગ કરતા તથા જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેવા 35 રીક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. હજુ આવતીકાલે પણ આ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે..