મોરબી : મોરબીમા જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા જ જુગારની મોસમ ખીલી છે.મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા અને લક્ષ્મીનગર ગામે અલગ અલગ ત્રણ દરોડામાં 11 જુગારીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી 31,370 રોકડા જપ્ત કર્યા હતા.પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે દરોડો પાડી આરોપી મુન્નાભાઇ નાનજીભાઇ ડાભી, સુનિલભાઇ બાબુભાઇ રાણેવાડીયા, સંજયભાઇ બાબુભાઇ રાણેવાડીયા અને પ્રતાપભાઇ નથુભાઇ સાલાણીને રોકડા રૂપિયા 11,200 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં પોલીસે જાંબુડિયા ગામે સલાટવાસમાં દરોડો પાડી આરોપી મહેબૂબ ઓસમાણભાઈ સુમરા, જગદીશ રમેશભાઈ બોડા અને આરોપી વિનોદ હીરાભાઈ જોલાપરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબજે કર્યા હતા. જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે સલાટવાસમાં જ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રાહુલ લાભુભાઈ ઉડેચા, નિલેશ જેઠાભાઈ મુંધવા, સિકંદર વલીમામદભાઈ સંઘવાણી અને આરોપી હરખાભાઈ શામજીભાઈ સાલાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,070 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.