ટંકારા : સૌની યોજનાનું પાણી બંગાવડી ડેમમાં આપવા બાબતે ટીંબડી ગ્રામ પંચાયતના સરપંચ અને બંગાવડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ટંકારા - પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, સૌની યોજનાનું પાણી બંગાવડી ડેમમાં આવક થાય તે બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ ડેમમાં હાલ 50 થી 60 એમ.સી.એફ.ટી.ની જરૂરીયાત હોવાથી આ બાબતે જરૂરી આયોજન કરવા બાબતે માંગ કરવામાં આવી છે.