મોરબી : મોરબી શહેરના મચ્છુ નદી ઉપર આવેલા જૂના આરટીઓ પુલ પરથી અનેક વખત લોકો આપઘાત કરતા હોય છે ત્યારે આ મચ્છુ નદી ઉપર આવેલા પુલ પર લોખંડની જાળી લગાવવા અંગે મોરબીના રમેશભાઈ રબારીએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, મચ્છુ નદી પર બાંધવામાં આવેલ આરટીઓ પુલ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી અનેક લોકોએ આપઘાત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આ પુલ પરથી આપઘાત કરનારની સંખ્યા વધી છે જે ચિંતાનો વિષય છે. ત્યારે પુલની બન્ને સાઇડ ઉપર લોખંડની મજબૂત ઉંચી જાળી લગાવવામાં આવે તો આ આપઘાતની ઘટનાઓ અટકી શકે છે. જૂની આરટીઓ ઓફિસ પાસે મચ્છુ નદી પર પુલ આવેલ છે તે પુલ બંને સાઈડ નદીમાં જવા માટે રસ્તો છે તે પણ દિવાલ ચણીને સાઈડ બંધ કરવી જોઈએ. આમ તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે.