7 અને 8 ઓગસ્ટના રોજ સવારે 10:30 થી સાંજે 05:30 સુધી 2 દિવસ કેમ્પ યોજાશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અંતર્ગત બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટક માટે ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે ખાસ કેમ્પનું (મેળા) આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 7 અને 8 ઓગસ્ટ, 2025 ના રોજ યોજાશે.07 ઓગસ્ટ 2025, ગુરુવારના રોજ આ કેમ્પ મોરબી મહાપાલિકાની ક્લસ્ટર-9 કચેરી, શનાળા પોસ્ટઓફિસની બાજુમાં, શનાળા, મોરબી ખાતે સવારે 10:30 થી સાંજે 05:30 સુધી યોજાશે તેમજ 08 ઓગસ્ટ 2025, શુક્રવારના રોજ મોરબી મહાપાલિકાની ક્લસ્ટર-11 કચેરી, લીલાપર પ્રાથમિક શાળાની બાજુમાં, લીલાપર, મોરબી ખાતે સવારે 10:30 થી સાંજે 05:30 વાગ્યા સુધી યોજાશે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા ₹1,50,000/- અને રાજ્ય સરકાર દ્વારા ₹2,50,000/- મળીને કુલ ₹4,00,000/- ની સહાય પાકા નવા આવાસના બાંધકામ માટે ચાર હપ્તામાં મળવાપાત્ર રહેશે. આ આવાસ નેશનલ બિલ્ડીંગ કોડના ધારાધોરણો મુજબ 30 ચો.મી. થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું, ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથેનું હોવું જોઈએ.મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના એવા નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે, જેમની કૌટુંબિક વાર્ષિક આવક ₹3.00 લાખ સુધીની છે, અને જેમણે ભારતમાં અગાઉ આવાસ યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી, તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે.