પોલીસે સુપર કેરી વાહનમાં બાયો ડીઝલ વેચાણ કરવા નીકળેલા મોરબીના શખ્સને દબોચ્યોમોરબી : માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે નવલખી રોડ ઉપર વર્ષામેડી જુમાવાડી ફાટક નજીકથી સુપર કેરી વાહનમાં બાયોડિઝલની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા મોરબીના શખ્સને 1800 લીટર બાયોડિઝલના જથ્થો સાથે ઝડપી લઈ 3.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમને બાતમી મળી હતી કે નવલખી રોડ ઉપર ગેરકાયદેસર રીતે બાયોડિઝલની હેરફેર થઈ રહી છે. જે બાતમીને આધારે પોલીસે નવલખી રોડ ઉપર વર્ષામેડી નજીક વોચ ગોઠવી ફાટક પાસે જીજે - 36 - વી - 5079 નંબરનું સુપરકેરી વાહન રોકી ચેક કરતા આરોપી જયેશ ભગવાનજીભાઈ ખાદા રહે.શનાળા બાયપાસ, દલવાડી સર્કલ મોરબીવાળાના કબજા વાળા વાહનમાંથી જુદા જુદા કેરબામાં ભરેલ 1800 લીટર બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો.આરોપીની પૂછતાછમા બાયોડિઝલના બિલ કે પુરાવા ન મળતા પોલીસે 1.26 લાખનું બાયોડિઝલ, 2 લાખની કિંમતનું સુપરકેરી વાહન અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2000 કબ્જે કરી કુલ રૂપિયા 3,28,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.