મોરબી : મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળના અગ્રણી સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, સ્વ.વર્ષાબેન હરેશભાઈ કાનાબાર તથા સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબારનું તા. 5-8-2025ને મંગળવારના રોજ અવસાન થયું હતું, તેમના આત્માના શાંતિ અર્થે મોરબી શ્રી જલારામ સેવા મંડળના કાર્યકરો દ્વારા તા. 6-8-2025ને બુધવારના રોજ બપોરે 12 કલાકે જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સદગતને સાર્થક શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, અનોપસિંહ જાડેજા, લલીતભાઈ ચંદારાણા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, અનિલભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, જીતુભાઈ ડાયાભાઈ સોમૈયા, ગીતાબેન વનેચંદભાઈ સોમૈયા, શિલ્પાબેન જીજ્ઞેશભાઈ સોમૈયા, કાર્તિકભાઈ જીજ્ઞેશભાઈ સોમૈયા, ગીતાબેન મહેશભાઈ કારીયા સહીતના અગ્રણીઓને પુષ્પાંજલિ અર્પણ કરી, પોતાના વરદ્હસ્તે પ્રસાદ વિતરણ કરી સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.