મોરબી : 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરશે ત્યારે અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના પારસીપેની શહેરમાં વસતા મોરબી સહિતના ભારતીયો દ્વારા 9 ઓગસ્ટના રોજ ભારતના 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્ર ધ્વજ ફરકવવામાં આવશે.પારસીપેની શહેરમાં 9 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે ભારતીય ધ્વજ લહેરાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં પારસીપેનીના મેયર જેમ્સ બાર્બેરિયો અને ઈન્ડિયન અમેરિકન સિનિયર એસોસિએશન ઓફ મોરિસ કન્ટ્રીના સભ્યો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. જેના કોર્ડિનેટર તુષાર અમીન અને સેજલ મહેતા છે. માસ્ટર ઓફ સેરેમની સંજીવ પંડ્યા, ઈવેન્ટ ચેરમેન જીગર શાહ, ઈન્ડિયન એમેરિકન સિનિયર એસોસિએશન ઓફ મોરિસ કન્ટ્રીના ચેરમેન રજનીભાઈ પટેલ, પ્રેસિડેન્ટ વિષ્ણુભાઈ પટેલ સહિતના લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.