હળવદ: હળવદ પોલીસે વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા એક શખ્સ પાસા હેઠળ કાર્યવાહી કરી છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી શક્તિ રાજુભાઈ ગોહિલ (રહે. માથક, તા. હળવદ, જિ. મોરબી) વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતાં, હળવદ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તેને પકડી પાડ્યો હતો. શક્તિ ગોહિલને પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરીને ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.