મોરબી : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તારીખ 6-8-2025ના રોજ વાત્સલ્ય વિધાપીઠ મોરબી મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા પાર્થભાઈ અને ગડારા વાત્સલ્યભાઈ હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના ટ્રસ્ટી ઘેટિયા યોગેશભાઈ, ગામી સાહેબ અને પ્રિન્સીપાલ રાવલ નીરવભાઈ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. ગામી સાહેબે બાળકોને ખાસ મોબાઈલના વ્યસનથી સાવચેત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે વ્યસન મુક્તિની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.