બાળકને જન્મજાત જમણી બાજુની કીડનીની નળી બ્લોક હતો, કીડની પર સોજો આવી ગયો હોવાથી બાળકને સતત દુઃખાવો થયા કરતો હતો : સફળ સર્જરી કરી બાળકને 3 દિવસમાં રજા અપાઈમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આયુષ હોસ્પિટલમાં ૨ વર્ષના બાળકને લઇને તેમના માતા પિતા ઓપીડીમાં બતાવવા માટે આવેલ હતા. જ્યાં બાળક ના માતા પિતા દ્વારા જણાવવા માં આવ્યું કે બાળકને જમણા પડખામાં દુઃખાવો હતો. ત્યારબાદ યુરોસર્જન ડો.કેયુર પટેલ દ્વારા રિપોર્ટ કરતા જણાયું કે બાળકની જમણી બાજુની કીડનીની નળી બ્લોક છે. જે બાળકને જન્મજાત હતું. જેના કારણે બાળકને જમણી બાજુની કીડનીનો પેશાબ ઉતરતો ન હતો. બાળકની કીડની પર સોજો આવી ગયો હતો અને બાળકને સતત દુઃખાવો થયા કરતો હતો. આ કંડીશનમાં ડૉ કેયુર પટેલ કે જેઓ યુરોસર્જન તરીકે આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેઓ દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં બ્લોક ભાગ નીકળી અને ત્યાં જોઈન્ટ કરી અને ચેનલ શરુ કરવાની થાય જેને (PAILOPLASTY)\કહેવામાં આવે છે. દાખલના ૩ દિવસની અંદર બાળકને સારવાર આપીને હેમખેમ હસતા રજા આપી છે. તેમ હોસ્પિટલની યાદીમાં જણાવાયુ છે.