મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુળદેવી પાન પાસે એક રીક્ષા ચાલકે નશાની હાલતમાં રીક્ષા ચલાવી અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યું છે. નશામાં રીક્ષા ચાલકે વળાંક વળતી વખતે એક બાઈક ચાલકને ઠોકર મારી હતી. જેના કારણે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.