મોરબી : આજરોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને વોર્ડ નંબર 4ના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા સહિતના ભાજપના હોદ્દેદારોએ લેખિત રજૂઆત કરીને જુની પોસ્ટ ઓફિસથી જિલ્લા સેવાસદન શોભેશ્વર મેઈન રોડમાં આઇકોનિક મોરલા વાળી લાઇટ નાખવા અને વોર્ડ નં 4 ના વિકાસના કામો કરવા અંગેની રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 4માં પોસ્ટ ઓફિસથી જિલ્લા સેવા સદન સુધીના રોડમાં લાઈટો નાખવાની બાકી છે. આગામી દિવસોમાં 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય આ રોડ પરથી ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ તથા અન્ય રાજ્યના મહેમાનો પણ પસાર થવાના છે. ત્યારે લાઈટો નાખવામાં અને રસ્તા પરના ખાડા બુરવા ભરતી મોરમ નાખવામાં આવે તેવી રજૂઆત પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, મોરબી યુવા ભાજપના કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી, મોરબી જિલ્લા મિશન નવભારત મંત્રી લાલુભા ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પુર્વ મંત્રી સાહુલભાઈ પ્રજાપતી દ્વારા કરવામાં આવી છે.