મોરબી: મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામે આવેલા ધર્મસિદ્ધિ સોસાયટીમાં કિશોરભાઈ રામજીભાઈ વધોરાના રહેણાક મકાન પર બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૩ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા ₹૧,૪૫,૬૦૦/- અને ૧૩ મોબાઈલ ફોન જેની કિંમત ₹૧,૮૫,૦૦૦/- છે, એમ કુલ ₹૩,૩૦,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રામજીભાઈ વધોરા (રહે. નવા જાંબુડિયા), દિલીપભાઈ ચંદુભાઈ નિમાવત (રફાળિયા), જીગરભાઈ નટુભાઈ ચૌહાણ (નવા જાંબુડિયા), અશ્વિનભાઈ નટુભાઈ ચૌહાણ (નવા જાંબુડિયા), કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા (ભેરડા), દિનેશભાઈ રામગણેશભાઈ ગુપ્તા (જાંબુડિયા), મહેશભાઈ અશોકભાઈ સોલંકી (જાંબુડિયા), દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઈ શર્મા (ઈટાલસ સિરામીક, માંડલ), હિંમતભાઈ પુંજાભાઈ ચાવડા (નવા જાંબુડિયા), બળવંતભાઈ શામજીભાઈ વાઘેલા (ભેરડા), નરેશભાઈ ભરતભાઈ ગોહિલ (રફાળિયા), હરેશભાઈ હમીરભાઈ બેડવા (ઠિકરથાડી), અને મનોજભાઈ રામજીભાઈ મકવાણા (વિરપર) નો સમાવેશ થાય છે.