મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી સંચાલિત મોરબી તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં મોરબીના શારદા સંગીત વર્ગના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં ઝળક્યા છે.મોરબી તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં શારદા સંગીત વર્ગની સાન્વી ઉપાધ્યાયએ લગ્નગીત સ્પર્ધામાં 6-14 વર્ષની કેટેગરીમાં બીજો નંબર મેળવ્યો છે. 15-20 વર્ષની લગ્નગીત કેટેગરીમાં વૃષ્ટિ જોશીએ બીજો નંબર મેળવ્યો છે. જ્યારે 21-59 વર્ષની લગ્નગીત કેટેગરીમાં તુષારભાઈ ત્રિવેદીએ પ્રથમ નંબર મેળવ્યો છે. તબલા સ્પર્દામાં 6-14 વર્ષની કેટેગરીમાં નક્ષ અગોલાએ પ્રથમ અને 21-59 વર્ષ કેટેગરીમાં જય કતીરાએ બીજો નંબર મેળવ્યો છે. ભજન સ્પર્ધામાં 6-14 વર્ષની કેટેગરીમાં કવન પટેલે બીજો નંબર અને 21-59 વર્ષની કેટેગરીમાં ભાર્ગવભાઈ દવેએ પ્રથમ નંબર મેળવ્યો છે. સુગમગીત સ્પર્ધામાં 15-20 વર્ષની કેટેગરીમાં ધ્રુવી કડિવારે પ્રથમ નંબર, 6-14 વર્ષની કેટેગરીમાં ડૈસી આદ્રોજાએ બીજો નંબર અને ધ્યાની અઘારાએ ત્રીજો નંબર, 21-59 વર્ષની કેટેગરીમાં નિધિબેન ત્રિવેદીએ બીજો નંબર અને પુનિતભાઈ માકાસણાએ ત્રીજો નંબર મેળવ્યો છે. આ તકે તમામ વિજેતાઓને ક્લાસના સંચાલક તુષારભાઈ તથા ભાર્ગવભાઈ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.