મોરબી : જેતપર પેટા વિભાગ હેઠળ તા 6-8-2025 બુધવારના રોજ 66 કેવી રંગપર- 2 સબ સ્ટેશનમાં તથા 66 કેવી બેલા સબ સ્ટેશનમાં મેઇન્ટનન્સની કામગીરી હોવાથી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં 66 kv રંગપર 2 સબ સ્ટેશનના એજીલીસ, ક્લેસ્ટોન, એલજીએફ, સેઝ, સ્માઈલ, ફ્યુઝન, ઈમ્પરિયમ, એલ ટાઇલ, એશિયા, મોનોલીથ, એલિવ, એડિક્કા, એસ્ટાઇલ, સોમાણી મેક્સ, તથા બેલા સબ સ્ટેશનના રતન નગર જેજીવાય, એંટીલા, શીશમ તેમજ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં સવારે 8 થી બપોરનાં 5 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તથા કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.