હોટેલમાં આયોજિત પાર્ટીમાં એક વ્યક્તિના રૂ.5 હજાર લેખે પ્રવેશ હતો, ગુજરાતમાંથી આખી બસ ત્યાં ગઈ હતી : 40 પુરુષો અને બીજા રાજ્યોમાંથી બોલાવેલી 11 યુવતીઓની ધરપકડમોરબી : ઉદયપુરની એક એક હોટલમાં રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 11 યુવતી અને 40 પુરૂષોની ધરપકડ કરી છે. આ રેવ પાર્ટીમાં મોરબી જિલ્લાના ત્રણ લોકો પણ ઝડપાયા છે. પોલીસે દાવો કર્યો હતો કે આ પાર્ટી જન્મદિવસની પાર્ટીની આડમાં યોજાઈ રહી હતી. પાર્ટીમાં મોંઘો દારૂ અને અન્ય નશીલા પદાર્થો પણ પીરસવામાં આવી રહ્યા હતા. પાર્ટી માટે અન્ય રાજ્યોમાંથી છોકરીઓને પણ બોલાવવામાં આવી હતી. યુવતીઓ પર નકલી નોટો ફેંકતા હતા. આ દરમિયાન પોલીસે નકલી ગ્રાહક બનીને ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. ડીએસપી સૂર્યવીરસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પોલીસે શનિવારે રાત્રે 11:30 વાગ્યે નાઈ વિસ્તારમાં કોડિયાત રોડ પર આવેલી હોટેલ ગણેશ પર દરોડો પાડ્યો હતો. રવિવાર બપોર સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. પોલીસ સાદા કપડામાં ખાનગી બસમાં દરોડો પાડવા ગઈ હતી. પોલીસકર્મીઓ નકલી ગ્રાહકો બનીને ગયા હતા. મોટી સંખ્યામાં નકલી નોટો પણ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છોકરીઓ ડીજેના સૂર પર નાચતી હતી અને કેટલાક યુવાનો તેમના પર નકલી નોટો ફેંકી રહ્યા હતા.ગણેશ હોટલમાં વિશ્વજીત સોલંકી નામનો એક આયોજક યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી કરાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી. આ પાર્ટી માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી તો બસ ભરાઈને 32 લોકો આ રેવ પાર્ટીમાં ગયા હતા. જેમાં મોરબી જિલ્લાના ખાનપર ગામના જાડેજા જયપાલસિંહ બહાદુરસિંહ ઉ.વ 26 તેમજ ટંકારાના બંગાવડી ગામના સોરીયા નિશિતભાઈ હરજીભાઈ ઉ.વ.35 અને સોરીયા પ્રફુલ ડાયાભાઈ ઉ.વ. 47 વર્ષ પણ પકડાયા છે. પોલીસે હોટેલમાંથી ગેરકાયદે દારૂ, સાઉન્ડ સિસ્ટમ, આપત્તિજનક સામગ્રી અને 3 મોટા વાહનો જપ્ત કર્યા હતા.રેવ પાર્ટીમાં પકડાયેલ ગુજરાતના લોકોસોરીયા નિશિતભાઈ હરજીભાઈ, ઉંમર 35 વર્ષ, રહે.બંગાવડી, ટંકારા જિલ્લો મોરબીસોરીયા પ્રફુલ ડાયાભાઈ, ઉંમર 47 વર્ષ, રહે. બંગાવડી, ટંકારા જિલ્લો મોરબીજાડેજા જયપાલસિંહ બહાદુરસિંહ, ઉંમર 26 વર્ષ, ગામ-ખાનપર, જિલ્લો મોરબીનિકુંજ અનિલભાઈ, ઉંમર 32 વર્ષ, 3807, વિનોબાભાવે નગર, વિંઝોલ, અમદાવાદભાવિન અરૂણભાઈ ગાંગાણી, ઉંમર 48 વર્ષ, રહે. જામજોધપુર સ્વામિનારાયણ મંદિર રોડ પોલીસ સ્ટેશન જામજોધપુર જિલ્લો જામનગરગૌતમ ભવાનીશંકર વ્યાસ, ઉંમર 32 વર્ષ, રહે. તાલાલા ગીર, પોલીસ સ્ટેશન તાલાલા જિલ્લો ગીર સોમનાથપંકજ રવજીભાઈ પાનસુરીયા, ઉંમર 38 વર્ષ, રહે. જીન પ્લોટ ભેસાણ પોલીસ સ્ટેશન ભેસાણ જિલ્લો જૂનાગઢભાસ્કર કાંતિભાઈ પુરોહિત, રહે. તાલાલા થાના તાલાલા જિલ્લો ગીરસોમનાથદલ અસલમ રહીમભાઈ, ઉંમર 52 વર્ષ, રહે. હનુમાનપુરા વિસાવદર જૂનાગઢ હાલ હર્ષદ નગર મકાન નંબર 23 રામેશ્વર સોસાયટી પોલીસ સ્ટેશન આઝાદ ચોક જિલ્લો જૂનાગઢદીપકુમાર વિજયભાઈ જૈન, ઉંમર 31 વર્ષ, રહે. જામજોધપુર પોલીસ સ્ટેશન જામજોધપુર જિલ્લો જામનગરદેવાભાઈ સવદાસભાઈ કેસવાલા, ઉંમર 28 વર્ષ,રહે અંતરોલી પોલીસ સ્ટેશન માંગરોળ જિલ્લો જૂનાગઢમોહસીન યુનુસ તૈલી, ઉંમર 38 વર્ષ, રહે.પોસ્ટ ઓફિસ ચોક નુડી પેલેસ ધોરાજી પોલીસ સ્ટેશન ધોરાજી જિલ્લો રાજકોટકિશન ભરતભાઈ ચિત્રોડા, ઉંમર 26 વર્ષ, રહે. આહીર સમાજ કુતિયાણા પોલીસ સ્ટેશન કુતિયાણા, જિલ્લો પોરબંદરઆરબ અબ્બાસન અબામોહમદ, ઉંમર 33 વર્ષ,રહે. લા કપીર દરગાહ સામે જમાલવાડી જૂનાગઢ પોલીસ સ્ટેશન સુખનાથ ચોક જિલ્લો જૂનાગઢઅલ્તાફ ઈકબાલભાઈ કુરેશી, ઉંમર 45 વર્ષ, રહે. સુખના ચોક જમાલવાડી પોલીસ સ્ટેશન બી ડીવીઝન જિલ્લો જૂનાગઢઓડેદરા ભીમાભાઈ ભામલાભાઈ, ઉંમર 47 વર્ષ, રહે. 155 જનકપુરી બોખીરા પોલીસ સ્ટેશન ઉદ્યોગનગર જિલ્લો પોરબંદરરાજકુમાર હેમંતલાલ અલવાણી, ઉંમર 32 વર્ષ, રહે. રેલ્વે સ્ટેશન સામે, કેવડાવાડી પોલીસ સ્ટેશન એ ડિવિઝન જિલ્લો જૂનાગઢઅંકુર મણીભાઈ કાલરીયા, ઉંમર 32 વર્ષ, રહે. નવાગાંવ પોલીસ સ્ટેશન ભાણવડ જિલ્લો જામનગરપ્રવીણ રાયમલભાઈ પરમાર, ઉંમર 50 વર્ષ, રહે મેંદરડા પોલીસ સ્ટેશન મેંદરડા જિલ્લો જૂનાગઢમુન્નાભાઈ ગોવિંદભાઈ, ઉંમર 47 વર્ષ, રહે. કામદાર સોસાયટી દુબલી પ્લોટ પોલીસ સ્ટેશન બી ડીવીઝન જિલ્લો જૂનાગઢમેહુલ રાજુભાઈ ઠુમ્મર, ઉંમર 26 વર્ષ, રહે. માંગવાપાલ પ્લોટ વિસ્તાર, પોલીસ સ્ટેશન અમરેલી જિલ્લો અમરેલીજસપાલભાઈ રણવીરભાઈ ચૌહાણ, ઉંમર 30 વર્ષ,રહે. ઉભીશેરી ચૌહાણની ખાણ પોલીસ સ્ટેશન કોડીનાર જિલ્લો ગીરસોમનાથહડિયા કલ્પેશ રાણાભાઈ, ઉંમર 27 વર્ષ, રહે. બેડીયા ઉના ગીર પોલીસ સ્ટેશન, ગીરગઢડા જિલ્લો ગીરસોમનાથ.મૌલિકકુમાર વિજયભાઈ રાઠોડ, ઉંમર 38 વર્ષ, રહે. ઓમ શાંતિ શિવમંદિરની પાસે, રાજપૂતપરા પોલીસ સ્ટેશન પાસે બાટવા જિલ્લો જૂનાગઢહાશિમ મોહમ્મદ હનીફ મહિડા, ઉંમર 42 વર્ષ, રહે. ઘાંચી નિવાસી બી 401 હયાત હિલ્સ ઘાંચી કમાન સામે, ઢાલ રોડ, જૂનાગઢજીશાનભાઈ મજીદભાઈ ડામર, ઉંમર 44 વર્ષ, રહે. બાટવા ફળી વંથલી પોલીસ સ્ટેશન વંથલી જૂનાગઢલલિત ભીખાભાઈ પાનસુરીયા, ઉંમર 45 વર્ષ, રહે. ચણા કા પ્લોટ ગાંધીચોક ભેસાણ પોલીસ સ્ટેશન ભેસાણ જિલ્લો જૂનાગઢઅમિત કિરીટકુમાર ગાંગાણી, ઉંમર 38 વર્ષ, રહે. બી 402 સંસ્કૃતિ એપાર્ટમેન્ટ જલરામ પોલીસ સ્ટેશન એ ડિવિઝન સોસાયટી જૂનાગઢવિપુલ ગીરધરલાલ કાનાબાર, ઉંમર 53 વર્ષ, માનસ સ્કુલ સામે, જગદીશ પાર્ક ગામ તાલાલા પોલીસ સ્ટેશન તાલાલા જિલ્લો ગીરસોમનાથભાટુ ક્રિષ્નાભાઈ વરજાંગભાઈ, ઉંમર 40 વર્ષ, રહે. ગાયત્રી મંદિર પંચાલ સ્વામીનારાયણ સોસાયટી, માણાવદર પોલીસ સ્ટેશન, જૂનાગઢઅનડકટ ચિરાગ સુરેશચંદ્ર, ઉંમર 34 વર્ષ, રહે. ઉત્તમ ફર્નિચર, જી. ઇ.બી. ઓફિસ સામે, પ્રકાશ કોમ્પલેક્ષ, પોલીસ સ્ટેશન વેરાવળ જૂનાગઢદાફડા કિશોર પૂનાભાઈ, ઉંમર 28 વર્ષ, રહે. વરાછા રોડ, કાકોદરા પોલીસ સ્ટેશન, જિલ્લો સુરત