આપના કાર્યકર્તાએ એક નાગરિકને થપ્પડ મારી, આવું અસભ્ય વર્તન કાર્યકર્તાએ ન કરવું જોઈએ એ મુદ્દે ગોપાલભાઈ સાથે વાત કરી : ધારાસભ્ય કાંતિલાલમોરબી : એક સમયે જેમના વચ્ચેની ચેલેન્જે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો તે બે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયાની આજે ગાંધીનગરમાં વિધાનસભા બહાર ઓચિંતી મુલાકાત થઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે વાતચીત પણ થઈ હતી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સાથે તેઓની મુલાકાત થઈ હતી. આ વેળાએ સદભાવના વૃદ્ધાશ્રમના જયેશભાઇ ડોબરીયા તેમજ મિતલ ખેતાણી સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત હતા. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મુલાકાત વિશે કહ્યું કે સોશિયલ મીડિયા મારફતે મોરબીનો ગઈકાલનો પ્રોગ્રામ વીડીયો જોયો હતો. મોરબીના આમ આદમી પાર્ટીની સભામાં મોરબીના નાગરિકે રજૂઆત કરેલી હતી. આ વેળાએ મોરબીના આમ આદમીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારેલી હતી. આવું અસભ્ય વર્તન આમ આદમીના કાર્યકર્તા ન કરવુ જોઈએ એ બાબતે ગોપાલભાઈને વાત કરી હતી. વધુમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મારે જાહેર જીવનમાં ૩૦ વર્ષ થયા છે મને અનેક રજૂઆત કરવા મોરબીના નાગરિક આવે છે. કોઈપણ નાગરિક સાથે અસભ્ય વર્તન કરેલ નથી. તમારો હિસાબ મોરબીની પ્રજા જરૂર ચૂકવશે. મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો.