10 મોબાઈલ મળી આવ્યા, લોકમેળામાં મોબાઈલ તફડાવનાર ટોળકીએ કસબ અજમાવ્યોવાંકાનેર : મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાતા લોકમેળામાં આ વર્ષે મોબાઇલ ચોર ગેંગ ઉતરી આવી હોય તેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોના મોબાઈલ ચોરાયાની ફરિયાદ ઉઠી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે 22 લોકોના મોબાઈલ ફોન ખોવાઈ હતા કે ચોરાયા હતા. જોકે, દસ લોકોના મોબાઇલ મળી જતા પરત કરાયા હતા અને બાર લોકોએ મોબાઈલ ખોવાઈ જવા અંગે ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભાતીગળ લોકમેળો યોજાય છે. જેમાં આ વર્ષે મેળો મહાલવા ગયેલા અનેક લોકોના મોબાઈલ ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.ઘટના અંગે વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા લોકમેળામાં લોકોની મદદ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું હતું જેમાં 22 લોકોના મોબાઈલ ખોવાઈ ગયા હોવાની કંમ્પ્લેઇન આવી હતી.વધુમાં દસ લોકોના મોબાઈલ મળી આવ્યા હતા અને બાર લોકોએ મોબાઈલ ખોવાઈ જવા કે ચોરાઈ જવા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ મેળામાં અનેક લોકોના મોબાઈલ ચોરાયાની ફરિયાદો ઉઠી હતી.