હળવદ: મોરબી ક્રાઈમ બ્રાન્ચે હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલા વિશ્વાસ પોલીપેક કારખાના નજીક એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડા રૂપિયા ૧,૧૭,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન લખમણભાઈ બાબુભાઈ ગોગરા, ધ્રુવભાઈ કાંતિલાલ ફુલતરીયા, ભરતભાઈ ઠાકરશીભાઈ પાંચોટીયા, મગનભાઈ વાલજીભાઈ નારણીયા, રમેશભાઈ વાઘજીભાઈ સીણોજીયા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઈ ઘેટીયાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન વાડીનો માલિક ધવલભાઈ સુરેશભાઈ પટેલ સ્થળ પર હાજર ન તેની શોધખોળ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.