મોરબી : ભારત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂર કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના તથા ઉમંગ એપ અતર્ગત આજ રોજ તારીખ 5 ઓગસ્ટ ને મંગળવારના રોજ EPFO રાજકોટ કાર્યાલયના અધિકારીઓએ મોરબી ખાતે આવ્યા હતા અને મોરબીમાં સેમિનારનું આયોજન કરાયું હતું.આ સેમિનારમાં રાજકોટ EPFO કચેરીના રાજુ સર (RPFC-II), કાશીનાથ સાહુ (APFC), નિમિત મહેતા (EO), મયંકગીરી (AO) ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સેમિનારમાં 20 કંપનીના એચઆર પ્રતિનિધિ તથા પંકજભાઈ ઓરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ આ યોજના વિશે સંસ્થાઓને માહિતી આપી હતી. અધિકારીઓ દ્વારા આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવાની ભલામણ પણ કરવામાં આવી હતી