કામ ધંધો નહીં કરતા ભાઈને કારણે દસ વીઘા જમીન વેચવી પડતા મોટો ભાઈ છરી-ધોકો લઈ તૂટી પડયો હતોમોરબી : મોરબીના રાજપર ગામમાં કામ ધંધો નહીં કરતા નાના ભાઈને કારણે દેણું થઇ જતા દસ વીઘા જમીન વેચાઈ ગઈ હોવાથી ગુસ્સામાં આવી ગયેલા મોટાભાઈએ ધોકા વડે બેફામ માર મારી છરીનો ઘા ઝીકી દઇ નાના ભાઈની હત્યા કરી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે મોટાભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઇ અઘારા ઉ.37 નામના યુવાનની તેના જ ઘરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. ઘરકંકાસમાં બનેલા હત્યાના આ બનાવમાં મૃતક પ્રવીણભાઈના બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાના જ મોટાભાઈ મહેશભાઈએ પ્રવિણભાઈની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે તાલુકા પોલીસ દ્વારા મહેશભાઈની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.