મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 5 ઓગસ્ટ ને મંગળવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, જુવાર, સીંગદાણા, વરીયાળી, ચણા, કાળા તલ, રાય અને અજમો ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 270 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 554 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 252 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 2040 સુધી બોલાયા હતા. તો જીરુંના 3640, બાજરાના 560, જુવારના 742, સીંગદાણાના 1400, વરીયાળીના 1034, ચણાના 1184, કાળા તલના 3095, રાયના 1456 અને અજમાના 1396 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1100 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.