ફાયર બ્રિગેડની ટીમની જહેમત બાદ મૃતદેહ મળ્યો : બનાવ પાછળનું કારણ શોધવા તપાસ શરૂમોરબી : મોરબીમાં જુના આરટીઓ પાસેના પુલ ઉપરથી એક યુવકે છલાંગ લગાવતા ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હતી. આજે ફાયરની ટીમને આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં જુના આરટીઓ પાસેના પુલ પાસે એક યુવકે બાઇક મૂકીને ત્યાંથી પાણીમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે બીજે દિવસે યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવકનું નામ અમિતભાઇ દેવરાજભાઈ કરોતરા ઉ.વ.27 રહે જેલ ચોકવાળા હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી બનાવ પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.