ચિત્રા હનુમાન ધૂન મંડળ ભજન કીર્તનનું આયોજન મોરબી : સ્વર્ગસ્થ હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના પત્ની સ્વર્ગસ્થ વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને પુત્ર સ્વર્ગસ્થ હર્ષ હરેશભાઈ કાનાબારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે તારીખ 6 ઓગસ્ટ ને બુધવારના રોજ ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. રોયલ પેલેસ ફ્લેટ એસોસિએશન તથા પ્રેમ પરિવાર મોરબીના સહકારથી ત્રણેય સ્વર્ગસ્થ આત્માઓની શાંતિ અર્થે રાત્રે 9:30 કલાકે રોયલ પેલેસ ખાતે ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા ભજન કીર્તન યોજાશે. જેમાં સ્નેહીજનોને પધારવા જણાવ્યું છે.